‘જંજીરવાલા ઝાલા’ના નામેં જાણીતા પોલીસ અધિકારીના નિધનથી રાજપૂત સમાજ મા શોક
Rajput History: જંજીર ફિલ્મના અમિતાભ બચ્ચનના રોલને પણ ઝાંખો પાડી દે તેવી બહાદુરીથી રીયલ લાઈફમાં પોલીસ ની નોકરી કરનાર ‘જંજીરવાલા ઝાલા’ નામે જાણીતા નિવૃત પોલિસ અધિકારી એમ.એમ.ઝાલાનું 90 વર્ષની વયે નિધન થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. જંજીરવાલાની બહાદુરીના અનેક કિસ્સા લોકમુખે ચર્ચાય છે. જામનગરમાં તેવો એ માનવભક્ષી દીપડા સાથે બાથ ભીડીને તેને ગોળીથી ઠાર મારી પ્રજાને ભયમુક્ત કરી હતી. તેમજ 1978માં પોરબંદરમાં ગેંગવોર ચરમસીમા પર હતી ત્યારે સરકારે એમ એમ ઝાલાને ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી થાળે પાડવા મુક્યાં હતા. ઝાલાએ એવી કામગીરી કરી કે ગેંગસ્ટરો જિલ્લો છોડીને ભાગી ગયા હતા.
બાહોશ અધિકારી એમ એમ ઝાલાએ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 1956ની સાલમાં તેવો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી સિલેક્ટ થયા હતાં. પોલીસ ટ્રેનીંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમે આવ્યા હતા. 1958ની સાલમા વડોદરા થી પોસ્ટિંગ લઈ નોકરી શરૂકરી અને મુંબઈ ACB માં પણ પોસ્ટિંગ હતું. 1968માં ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી.
“અમદાવાદમાં જંજીરવાલા ઝાલા નામ પડ્યું
1973માં તેવોને અમદાવાદ સિટીમાં મુકવામાં આવ્યા હતા. 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન,કોમી તોફાન અને રોટી રમખાણ વખતે બહાદુરીથી ફરજ બજાવી ત્યારે તેમને જંજીરવાલા ઝાલાનું ઉપનામ મળ્યું હતું.
“પોરબંદરના ગેંગસ્ટરો ભાગી ગયા
1978માં પોરબંદરમાં ફાટી નીકળેલી ગેંગવોર દબાવવા તેમને મુકવામાં આવ્યા ગણતરીના દિવસોમાં ગેંગવોર શાંત થઈ ગઈ અને ગેંગસ્ટરો જિલ્લો છોડી ભાગી ગયા હતા. પહેલા જ્યાં ધાણી ફૂટે તેમ ગોળીબાર થતાં તે જિલ્લામાં ઝાલા સાહેબના નામથી શાંતિ થઈ ગઈ હતી.
“દીપડા સાથે બાથ ભીડી ઠાર કર્યો
1980માં જંજીરવાલા ઝાલાને જિલ્લામાં ડીએસપી તરીકે જામનગર જિલ્લામાં મુક્યા હતા.તે સમયે કાલાવડ તાલુકાના બાલભડી ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા જંજીરવાલા ઝાલાએ બહાદુરીથી દીપડા સાથે બાથ ભીડી હતી. લડાઈમાં દીપડાને જમીન પર પટકી બંદૂકની ગોળીથી ઠાર કરીને પ્રજાને બચાવી હતી.
રાજપૂત સમાજ ના વિર પુરૂષ ઝાલા સાહૅબ નૅ સત્ સત્ નમન
Rajput History.
No comments:
Post a Comment